રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૩.૯.૨૦૨૩
પંચમહાલ જિલ્લામાં આવેલ જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉના પ્રમુખ કવિતાબેન ના અઢી વર્ષ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે લાલસીંગભાઇ બારીયા ના નામનો મેન્ડેડ આવતા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમલીબેન રાઠવા તથા કારોબારી ચેરમેન શકુનાબેન નાયક અને પક્ષના નેતા તરીકે દીપીકાબેન ચૌહાણ ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ હોલમાં મેન્ડેટ લઈને આવનાર જિલ્લા ભાજપ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તેમજ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ તેમજ ભાજપના મંડળના અનેક હોદ્દેદારો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં થયેલ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી તેમજ પક્ષના નેતાને કુલદીપસિંહ સોલંકી તેમજ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીત કુમાર દેસાઈએ ફુલહાર તેમજ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.