તારીખ ૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સુચના મુજબ કાલોલ કોંગ્રેસ દ્વારા દેશની હાલની સંકટ ભરી આર્થીક પરિસ્થિતી અને સરકારની નીતિ સામે સામાન્ય માણસ ની મહેનત નાં પૈસા સરકાર માં બેઠેલાઓ નજીકના મિત્ર અદાણી ને નાણાકીય ફાયદો પહોંચાડે તેવી નીતિઓ સરકાર અપનાવી રહી છે જેની વિરૂદ્ધ કૉંગ્રેસ દ્વારા કાલોલ ની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે પ્લે કાર્ડ લઈને “બેંક બચાવો, દેશ બચાવો”,”એલઆઇસી, એસબીઆઇ બચાવો”,”મોદી અદાણી ભાઈ ભાઈ”ના ભારે સુત્રોચાર કર્યા હતા સાથે ધરણાં યોજ્યા હતા આ કાર્યક્રમ મા કાલોલ તાલુકા કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ખેર,કાલોલ શહેર પ્રમુખ અશોકભાઇ ઉપાઘ્યાય, માજી પ્રમુખ નરવતસિંહ, મહામંત્રી પ્રદીપસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ,સુરજસિહ, ગનીભાઇ મન્સૂરી,કિરણભાઇ પરમાર,સૈયદ સખાવતઅલી, અલ્પેશકુમાર ચૌહાણ સહિતના કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.