કાલોલ તાલુકા પંચાયતની કમાન જયપાલસિંહ રાઠોડને,ભાજપે પ્રમુખ,ઉપપ્રમુખ સહિત પાંચેય હોદ્દા માટે મેન્ડેટ આપ્યો.

તારીખ ૨૪/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની ચૂંટણી માટે પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે. પક્ષના પ્રદેશ નેતૃત્વ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ (લાલાભાઇ) ને આ અંગેનો અધિકાર પત્ર પાઠવવામાં આવ્યો છે.ત્યારે પક્ષના આદેશ અનુસાર કાલોલ તાલુકા પંચાયતમાં ભાજપના નિશાન પર ચૂંટાયેલા સભ્યો પૈકી નીચે મુજબના નામોને નિયુક્ત કરવા મેન્ડેટ આપવામાં આવ્યો છે જેમાં પ્રમુખ તરીકે જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ સાથે ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ બકાભાઈ રાઠોડ અને કારોબારી ચેરમેન તરીકે યજુવેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ,પક્ષના નેતા તરીકે ચેતનાબેન શિશુનાથસિંહ ઠાકોર અને દંડક તરીકે અમરતબેન અજયસિંહ ચૌહાણ ને પક્ષ દ્વારા જિલ્લા સંગઠનને આ મેન્ડેટ મુજબ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે. મેન્ડેટ જાહેર થતાની સાથે જ કાલોલ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી ત્યારે આવતી કાલે કાલોલ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવશે.








