તારીખ ૨૦ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા દર વર્ષ ની માફક ચાલુ વર્ષે પણ કર્તવ્ય બોધદિન ની ઉજવણી ડેરોલ સ્ટેશન પગારકેન્દ્ર ની ખંડેવાળ પ્રાથમિક શાળા માં આજરોજ તા.૨૦/૧/૨૩ને શુક્રવાર ના રોજ કરવામાં આવી.કાર્યક્રમ ના મુખ્ય વક્તા માન. દિલીપભાઈ દવે જિલ્લા સદ્દભાવના સંયોજક, ડાહ્યાભાઈ પ્રજાપતિ જિલ્લા કુટુંબ પ્રબોધક સંયોજક,ગામના સરપંચ નરેશભાઈ, વિનોદકુમાર અમીન અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ,ભલાભાઈ પરમાર મંત્રી,અજીતસિંહ સોલંકી ઉપાધ્યક્ષ,પ્રહલાદભાઈ કોઈરાલા સંઘઠન મંત્રી, જનકસિંહ રાઠોડ કોષાધ્યક્ષ,રમીલાબેન પરમાર મહિલા સહ મંત્રી,યુગાન્તરભાઈ સુથાર આચાર્યશ્રી ખંડેવાળ શાળા,અક્ષયકુમાર પટેલ સી.આર.સી કો.ઑ ડે.સ્ટે અને પગારકેન્દ્ર તેમજ તાલુકા માંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેલ હતા.અધ્યક્ષશ્રી એ સંઘઠન નો પરિચય કરાવેલ હતો તથા વકતાશ્રી દિલીપભાઈ એ વિવેકાનંદ તેમજ સુભાચંદ્ર બોઝ ના જીવનચરિત્ર વિશે ની વિસ્તૃત ચર્ચા ની સાથે સાથે આજના માનવી ની તેમજ ખાસ શિક્ષકો ના કર્તવ્ય ની ખૂબ સુંદર ચર્ચા કરી માર્ગદર્શન આપવમાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રહલાદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.