તારીખ ૨૦ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના બાળકોએ હાલોલ ખાતે આવેલ સિને ઈન્ડિયા સિનેમા માં મોટીવેશનલ મૂવી “મેડલ”નું નિદર્શન કર્યું હતું જેમાં શાળાના આચાર્ય જસ્મિનભાઈ અને શાળા પરિવાર દ્વારા આ સુંદર મૂવી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૧૧૯ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ફિલ્મના પાત્રો,ફિલ્મનું કથાનક તથા ફિલ્મમાં નિહિત સંદેશને સરળતાથી પામવાનો પ્રયત્ન કર્યો હતો.એટલું જ નહી, ફિલ્મમાં આલેખીત રમૂજ પ્રસંગોની વિદ્યાર્થીઓએ ખૂબ મજા પણ માણી હતી.વળી, ફિલ્મ“મેડલ”સંબંધિત વિદ્યાર્થીઓએ પોતાના યોગ્ય પ્રતિભાવો પણ આપ્યા હતા. આમ,શાળાના વિદ્યાર્થીઓએ એક સુંદર ફિલ્મનો ઉત્સાહપૂર્વક લાહ્વો લીધો હતો. આ ઉપરાંત,શાળાના બાળકોએ પાસે જ આવેલા “વિરાસત વન”ની પણ મુલાકાત લીધી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો મારફતે “વિરાસત વન”માં આવેલ વિવિધ ઔષધીય વૃક્ષો તથા તેના મહત્ત્વ વિશે માહિતી મેળવી હતી.