મણી માણેક ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા મેગા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

0
21
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશન ખાતે આજરોજ મણી માણેક ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન દ્વારા મેગા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મણી માણેક ફાઉન્ડેશન તરફથી શ્રી બીપીન શાહ ,શ્રી સુરેશચંદ્ર શાહ તેમજ રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશનના પ્રમુખશ્રી નિતેશ શાહ, સેક્રેટરી શ્રી દક્ષેશ બ્રહ્મભટ્ટ ,રમેશભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌહાણ, ભાઈલાલભાઈ પટેલ અને અન્ય રોટેરિયન્સ તેમજ શાળાના પ્રમુખશ્રી જિનદાસ ગાંધી, શ્રી અતુલભાઈ શાહ ,શ્રી હર્ષદભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વે રોગ નિદાન કેમ્પમાં આશરે 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો .આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડૉ. રિકીન દેસાઈ (ડાયાબિટિશિયન) ,ડૉ. અજય તિવારી (સર્જન), ડૉ.સૃષ્ટિ તિવારી (સ્ત્રી રોગ નિષ્ણાત),ડૉ.અલી અકબર દલાલ ( દાંતના રોગના નિષ્ણાત) અને આંખના નંબરના નિષ્ણાત સમીર ચશ્માઘરવાળા શ્રી મુકેશભાઈ સોનીએ સેવાઓ આપી હતી. આ પ્રસંગે મણી માણેક ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન તરફથી તમામ ડૉક્ટર્સને મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

IMG 20230122 WA0055

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews