KALOL(Panchamahal)PANCHMAHAL

આગ લાગેલ ઈનોક્ષ કંપની ની ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મુલાકાત લીધી. સલામતી વ્યવસ્થા ની સમીક્ષા કરી.

તારીખ ૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

શનિવારે કાલોલ સ્થીત ઈનોક્ષ ઇન્ડીયા લી નાં યુનીટ નં ૩ વેસ્ટેજ સ્ટોરેજ માં શોટ સર્કિટ ને કારણે આગ લાગી હતી આ સ્થળે રેકર્ડ રૂમની તમામ વસ્તુઓ, કંપની નાં કાગળો, રો મટીરિયલ તથા પ્રોડક્શન ઓફીસ,બિલ્ડિંગ નાં પાછલ નાં ભાગમાં રાખેલ એસી અને સીસીટીવી કેમેરા અને તમામ વાલો બળી ગયા હતા અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ કાબુમાં આવી ગઈ હતી અને કંપનીમાં સેફ્ટી સાધનો સહિત ઈમરજન્સી સેવા નો અભાવ જોવા મળેલ આજ રોજ સોમવારે કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્રારા સ્થાનીક અગ્રણીઓ જીલ્લા પંચાયત ના માજી પ્રમુખ રાજપાલ જાદવ, કાતોલ ગામના ગુણવંતસિંહ પરમાર અને ડેરોલ નાં વિપુલ પરમાર તથા કાલોલ નાં માજી નગરપાલીકા પ્રમુખ કમલેશ પંચાલ સાથે કંપનીની મુલાકાત લીધી હતી અને મેનેજમેન્ટ ઉપરાંત કામદારો સાથે ચર્ચા કરી હતી. કંપનીમાં કામદારો ની સલામતી વ્યવસ્થા મુદ્દે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!