વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૧.૧૧.૨૦૨૩
હાલોલ તાલુકાના વડાતળાવ નજીક રોડ પર પાંચ ફૂટ લાંબો મગર દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.જ્યારે આ મગર પકડવા માટે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જેમાં વન વિભાગના કર્મચારીઓ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી હતી.જેમાં વન વિભાગના કર્મચારીઓ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન નાં સ્વયંસેવકો જેમાં સંદીપ સોલંકી અને હસમુખ ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મગરને પકડવા રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતુ.જેમાં ભારે જેહમત બાદ પાંચ ફૂટ ની લંબાઈ ધરાવતો મગર ને ઝડપી પાડી સહિ સલામત રીતે વન વિભાગ ને હેન્ડ ઓવર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મગર ઝડપાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.