વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૨૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતાં મીનાક્ષીબેન દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં હાજર ધોરણ ૧ થી ૮ના અંદાજિત ૩૬૦ જેટલાં વિધાર્થીઓને ભરપેટ નાસ્તાની ઉજાણી તથા ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતી ૧૭૦ જેટલી દીકરીઓને નવા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષિકાબહેને પોતાના જન્મ દિવસની ઉજવણી શાળાનાં સૌ બાળકો સાથે હર્ષોલ્લાસપૂર્વક કરી હતી.