તારીખ ૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
કાલોલ નગરપાલીકા સહિત કુલ ૭૬ નગરપાલીકા ની મુદત પુર્ણ થઈ છે જે પૈકી ૬૮ ની મુદત ફેબ્રુઆરી ૨૩ માં પુરી થઈ છે જ્યારે ૬ નગરપાલિકા ની મુદત માર્ચ મહિનામાં અને બે નગરપાલિકા ની મુદત ગત ઓગસ્ટ મહિના ના જાહેરનામા થી વિસર્જિત કરાઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પછાત વર્ગ માટે બેઠકો નક્કી કરવા સમર્પિત આયોગ ની રચના કરવામાં આવી છે આયોગની ભલામણો નો અહેવાલ સરકાર સમક્ષ ૯૦ દિવસમાં કરવાનો સમય ગાળો નક્કી કરવામાં આવ્યો છે જે આયોગ ની મુદત લંબાવવામાં આવેલ છે જેથી ચુંટણી આયોગ દ્વારા જ્યા સુધી સમર્પિત આયોગ ની ભલામણો નો અહેવાલ સરકાર સમક્ષ રજુ કરવામાં ન આવે ત્યા સુધી ચુંટણી યોજાઈ શકે તેમ ન હોય ગુજરાત સરકાર નાં શહેરી વિકાસ વિભાગે ગતરોજ તા ૦૩/૦૩ નાં રોજ પરિપત્ર બહાર પાડી જુદી જુદી નગરપાલિકાઓ માં વહીવટદાર ની નિમણુક કરી છે જે પૈકી કાલોલ નગરપાલીકા માં વહીવટદાર તરીકે હાલોલ મામલતદાર ની નિમણુક કરવામાં આવી છે.