પંચમહાલ ૧૮૧ મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી,પરિવારથી વિખૂટા પડેલા મહિલાને આશરો આપ્યો*

0
18
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્ય સમાચાર

  1. નિલેશ દરજી શહેરાIMG 20230120 WA0089 IMG 20230120 WA0090 IMG 20230120 WA0088

*જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૩૦૦૦થી વધુ પીડિત મહિલાઓની મદદે પહોંચી છે ૧૮૧ અભયમ ટીમ*

‌‌   ગોધરા

 

સમગ્ર રાજ્યમાં મહિલા અભયમની ટીમ દ્વારા મહિલાઓની સહાય અને સુરક્ષા સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ગોધરા ૧૮૧ માહિલા અભયમની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૩૦૦૦થી વધુ પીડિત મહિલાઓની મદદ કરીને સરાહનીય કામગીરી કરી છે.

 

ગત રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મહિલા અભયમ ૧૮૧ પર કોલ આવેલ કે એક વૃધ્ધ મહિલા ગોધરા શહેરના દાહોદ રોડ પર સ્થિત પાંજરાપોળ ગૌશાળા પાસે બેઠેલા છે.

ગોધરા સ્થિત ટીમ દ્વારા મહિલાનું તાત્કાલિક લોકેશન ટ્રેસ કરીને મહિલા સુધી પહોંચી હતી તથા તેમની પૂછપરછ કરતા મહિલા ગભરાઈ ગયેલી હાલતમાં કંઈપણ બોલતા નહોતા. અભયમની ટીમ દ્વારા મહિલાની સારસંભાળ લઈને સમજાવ્યા હતા ત્યારે મહિલાએ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હોવાનું જણાવ્યું હતું. આ ટીમ દ્વારા મહિલાને તાત્કાલિક રહેવા માટેનો આશરો આપીને સખી વન સ્ટોપ સેન્ટરમાં કેસ હેન્ડ ઓવર કર્યો હતો તેમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન કાઉન્સલરે એક અખબારી યાદીમાં જણાવેલ છે.

 

****

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews