વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર શિક્ષણ જ છે. કોઈપણ સમાજની પ્રગતિનો પાયો શિક્ષણથી જ નખાય છે. ત્યારે સમાજને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવા માટે શિક્ષણ સાથે સંકળાયેલા તમામનું સન્માન થાય તથા તેમને પ્રોત્સાહન મળે તે ખુબ જ આવશ્યક છે. તે ઉદ્દેશ્યથી પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા પંચમહાલ જિલ્લા ભોઈ સમાજના ૧૦૦ ઉપરાંત બાળકોને શિક્ષણમાં ઉત્તમ કારકિર્દી ઘડે અને સમાજનું નામ ઉજ્જવળ કરે તે હેતુથી શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સમાજના અગ્રણીઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે આવી અનેકો પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આગામી એપ્રિલ માસમાં પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા સમાજનો સમૂહ લગ્ન પણ યોજવા જઈ રહયો છે.