તા.૨૦.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના રામેશરા નજીક પસાર થતી નર્મદા ની મુખ્ય નહેર ઉપર થયેલા અકસ્માત માં મોટરસાયકલ ઉપર બોડેલી તરફ જઈ રહેલા દંપતી ને કાર ચાલકે અડફેટે લેતા બાઈક ઉપર થી ઉછળી ફંગોડાયેલા દંપતી અને એક બાળકી અક્સ્માતમાં ઘવાયા હતા.તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.હાલોલ તાલુકાના રામેશરા નજીક થી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર આજે બપોરે એક મોટરસાયકલ ને કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં ત્રણ ને ઇજાઓ થતા તમામ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.પાંચ વર્ષ ની બાળકી સાથે જઈ રહેલા દંપતી ને માથામાં અને શરીરે ઇજાઓ થતા તમામ ને સારવાર આપવામાં આવી હતી.મહીસાગર જિલ્લાના લુણાવાડા રહેતા હિતેશભાઈ મંગળભાઈ પટેલના લગ્ન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે થયા હતા. જેઓ આજે સાસરી માં જઈ રહ્યા હતા ત્યારે રામેશરા ખાતે તેઓની મોટરસાયકલ ને અકસ્માત થયો હતો. લુણાવાડા થી બોડેલી મોટરસાયકલ લઈ પત્ની રંગીતાબેન અને પાંચ વર્ષ ની પુત્રી હિમલ ને લઈ મોટરસાયકલ ઉપર સાસરી માં જવા નીકળેલા હિતેશભાઈ કાલોલ થી બોડેલી સુધી નર્મદા ની મુખ્ય નહેર ના ટૂંકા રસ્તે થી નીકળ્યા હતા ત્યારે હાલોલ નજીક આવેલ રામેશરા ગામ નજીક તેઓની મોટરસાયકલ ને કોઈ કાર ચાલકે ટક્કર મારતા હિતેશભાઈ પત્ની અને પુત્રી સાથે રોડ ઉપર ફંગોળાઈ પટકાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો ત્યાથી પસાર થતા અન્ય કાર ચાલકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવતા તમામ ને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. લુણાવાડા થી બોડેલી સાસરી માં જઈ રહેલા હિતેશભાઈ ના પરિવાર માટે નર્મદા નહેર નો ટૂંકો માર્ગ જોખમી સાબિત થયો હતો.