PANCHMAHALSHEHERA

ચાઈનીઝ તુક્કલ/ સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી સહિતના ઉત્પાદનોના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ

વાત્સલ્ય સમાચાર
નિલેશ દરજી શહેરા


*પંચમહાલ જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી જાહેરનામું અમલી રહેશે*
…….

, ગોધરા

આગામી તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૩ને શનિવારના રોજ મકરસંક્રાંતિ (ઉતરાયણ)ના તહેવારની ઉજવણી કરવામાં આવશે. વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ દોરી-દોરા, પ્લાસ્ટિકની દોરી એ માનવજીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારુપ છે. આથી ચાઈનીઝ તુક્કલ/ સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી અને તેના જેવી સિન્થેટિક દોરીના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,ગોધરા – પંચમહાલ દ્વારા સી.આર.પી.સી. કલમ-૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ઉતરાયણ તેમજ અન્ય તહેવારો દરમિયાન ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. જેના કારણે પર્યાવરણ અને જાનમાલને પણ નુકસાન થાય છે. આ સાથે આગ/અકસ્માતના બનાવો બને છે. માનવ તથા પશુ પક્ષીઓને જીવલેણ ઇજાઓ પહોંચવાના તથા દુર્ઘટનાઓ અકસ્માતો સર્જાવાના કિસ્સાઓ મકરસંક્રાંતિ દરમિયાન સ્થાન લેતા હોય છે. આ સમગ્ર ઘટનાઓને જોતા જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

આ હુકમ સમગ્ર જિલ્લામાં તા.૨૦/૦૧/૨૩ સુધીના દિવસ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ધ ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ દંડપાત્ર છે.

*****

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!