PANCHMAHALSHEHERA

ગોધરા ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ

વાત્સલ્ય સમાચાર

વિપુલ દરજી ગોધરા …….

*વર્ષ ૨૦૨૧/૨૨માં ફાળો આપનાર સરકારી કચેરીઓ/શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આર્થિક સહાયના ચેકોનું કરાયું વિતરણ*

……..

 

 

ગોધરા કલેકટર કચેરી હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૨૧/૨૨માં ફાળો આપનાર સરકારી કચેરી/શૈક્ષણિક સંસ્થાઓના સન્માન તેમજ ક્ષતિગ્રસ્ત પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને માસિક આર્થિક સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી તરફથી મળવાપાત્ર યોજનાઓ વિશે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગોધરા દ્વારા વિવિધ માહિતી રજૂ કરાઈ હતી. બેઠકમાં પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ, આશ્રિતોના કલ્યાણ અને સમસ્યાના મુદ્દાઓ પર પણ સુચારુ ચર્ચા વિચારણા કરાઇ હતી.

 

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી,વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, પૂર્વ સૈનિકો, ક્ષતિગ્રસ્ત પૂર્વ સૈનિકો તેમજ દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!