કાલોલ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન નું આયોજન કરાયું

0
16
વાત્સલ્યમ્ સમાચાર

તારીખ ૨૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના સ્વયંસેવકો ટોપી સાથે ગણવેશમાં સજ્જ જોવા મળ્યા હતા રાષ્ટ્રીય સંઘના સભ્યો સુવર્ણ હોલ ખાતે એકત્રિત થઈ ધ્વજા રોહન કરી મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા સુવર્ણ હોલ મેદાનમાં પરેડ કરી નમસ્તે સદા વસ્ત લે ગીત ગાય કાલોલ નગરના જાહેર માર્ગો ઉપર સ્વયંસેવકો દ્વારા પરેડ યોજવામાં આવી હતી શિસ્તબંધ ગણવેશ સાથે ઢોલ નગારા સાથે આ પરેડ યોજાઇ હતી જેના કારણે કાલોલ નગરનું સમગ્ર વાતાવરણ ભગવામય બની ગયું હતું જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ યોગેશ પંડ્યા અને અન્ય ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા નગરમાં માર્ગો પર જ્યારે આ પરેડ ફરતી હતી ત્યારે દેશના સૈનિકો જે રીતે દ્રશ્યમાન થાય છે તે રીતે આ સંઘના સ્વયંસેવકો જોવા મળ્યા હતા.

IMG 20230326 WA0033 IMG 20230326 WA0034 IMG 20230326 WA0036 1

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews