તારીખ ૨૦ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગતરોજ ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓમાંથી કાલોલ નગરપાલિકા ને બેસ્ટ પ્રેક્ટિસ ની લીસ્ટ માં સમાવિષ્ઠ કરતાં સમગ્ર નગરમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રજાજનોમાં રાષ્ટ્રીય ભાવના પ્રકટ કરવાની ભાવના સાથે સમગ્ર રાજ્યની નગર પાલિકાઓમાં તિરંગા સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરી કાયમી રાષ્ટ્રધ્વજ ફરકાયેલો રહે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કાલોલ ખાતે પણ મામલતદાર કચેરી સામે રોડ ઉપર તિરંગા સર્કલ બનાવેલ છે.અને કાયમી ધોરણે ધ્વજ લહેરાતો હોય છે.કાલોલની આન બાન અને શાન એવા આ તિરંગા ની રાજ્યની તમામ નગરપાલિકામાંથી કાલોલ નગર પાલિકાનો બેસ્ટ પ્રેક્ટિસ લિસ્ટમાં સમાવેશ કરાતાં સમગ્ર કાલોલ નગરજનો આનંદની અને ગર્વની લાગણી અનુભવે છે.