HALOLPANCHMAHAL

હાલોલમાં સગા ભાણિયા સાથે પત્નીના અફેરની શંકામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી ઘાતકી હત્યા,આરોપી પતિની ધરપકડ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૬.૨૦૨૬

હાલોલમાં સગા ભાણિયા સાથે પોતાની પત્નીના પ્રેમ સંબંધને લઈને પતિએ પત્નીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવના ફરિયાદી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકી રહેવાસી ધારીયા તલાવડી ગામ, સ્કૂલની બાજુમાં શિવરાજપુર નજીક, હાલોલ હાલ તેઓ હાલોલના રણછોડ નગર, મંગળવારીની પાછળ પુત્રી દીપિકાના લગ્ન મૂળ સાથરોટા ગામના પૃથ્વીરાજ નટવરસિંહ ચૌહાણ (હાલ રહે. યમુના નગર, ગોધરા રોડ, હાલોલ) સાથે થયા હતા.

પૃથ્વીરાજ અને દીપિકાના લગ્નજીવનમાં ૧૭ વર્ષનો દીકરો પાર્થ અને ૧૪ વર્ષની દીકરી પીનલ છે. તેમનો સંસાર અત્યાર સુધી ખૂબ સારો ચાલતો હતો. પરંતુ ફરિયાદીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ

છેલ્લા ચાર વર્ષથી દીપિકાને તેના પતિ પૃથ્વીરાજની બહેનના દીકરા (સગા ભાણિયા) સાથે પ્રેમ સંબંધ હતો.આ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર મોટા ઝઘડા થતા હતા.તા.8 જૂન સોમવારના રોજ સવારે આશરે ૮:૧૫ વાગ્યાના સુમારે આ પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પૃથ્વીરાજે આવેશમાં આવીને પોતાની પત્ની દીપિકા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!