PANCHMAHALSHEHERA

કોમર્સ કોલેજ ગોધરા ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ તથા કેરિયર કોર્નર ના સંયુક્ત ઉપક્રમે ભાઈઓ તથા બહેનો માટે ખાનગી એકમોમાં રોજગારી તથા સ્વરોજગારી ની તક માટેનો તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર કોલેજના આચાર્ય ડો.અરુણસિંહ સોલંકી ની અધ્યક્ષતામાં યોજાઈ ગયો જેમાં વિવિધ આઠ નોકરી દાતા ઓ દ્વારા વિદ્યાર્થીઓને એટલે કે ઉમેદવારોને મેનેજર, ફાઇનાન્સ પ્લાનર ,ઓફિસ એક્ઝિક્યુટિવ, ટેલીકોલર ,લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર ,ફીટર, વેલ્ડર ,ટેકનિકલ, એમ આર સહિતની 250 થી વધુ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા,જે માટે કોલેજના તથા કોલેજની આસપાસના અંદાજે 200 થી વધુ ઉમેદવારોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

આ શિબિરમાં જીલ્લા રોજગાર કચેરી માંથી શ્રી પ્રશાંતભાઈ રાણા તથા રાકેશભાઈ સેવક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો સર્જવાનો પ્રયાસ કોમર્સ કોલેજ ગોધરાના ટીવાય બીકોમના વિદ્યાર્થી નિતેશ સામતાણી તથા લખન સામિયાણી દ્વારા કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી સતત તેમણે મહેનત કરી વિદ્યાર્થીઓને રિઝ્યુમ બનાવવામાં મદદ કરી ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા ,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકીએ બંને યુવા મિત્રોને અભિનંદન પાઠવી તેમની યુવા નેતાગીરીની પ્રશંસા કરી હતી સાથે સાથે જે નોકરી દાતાઓ કોલેજમાં આવ્યા તેમનો પણ સંસ્થાના પ્રમુખ શ્રી ગોપાલસિંહજી સોલંકી તથા સેક્રેટરી કુમારી કામિનીબેન સોલંકી તરફથી આભાર માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!