તારીખ ૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ કાલોલ તાલુકાની રાબોડ પ્રાથમિક શાળામાં ૧૩૬માં શાળા સ્થાપનાદિનની ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી. સાથે સાથે વાર્ષિકદિનની તેમ જ ધોરણ ૮ના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના ઈતિહાસ અને શાળાકીય વાર્ષિક પ્રવૃત્તિઓ વેશે છણાવટ શાળાના વિનયભાઈએ તેમજ આશ્રુતિબેને કરી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમની તમામ જવાબદારી શાળાના અંકિતાબેને નિભાવી હતી અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના મનુભાઈ જાદવે કર્યું હતું.આ તબક્કે બી.આર .પી (stp) નિધિબેન,ગામના સરપંચ રશ્મિકાબેન,માજી સરપંચ ભૌતિકકુમાર,smc અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયત સદસ્ય નિલેશભાઈ,smc સદસ્ય તમામ,પે.સેન્ટર માલવ વતીથી નિલેશભાઈ આ.શિ. માલવ તેમજ શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ સૌ હાજર રહ્યા હતા. છેલ્લે શાળાના આચાર્યા બેન હંસાબેન પટેલ દ્વારા હાજર રહેલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો.