તારીખ ૨૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શનિવારના રોજ ગોધરા સબ જેલમા થી કાલોલ કોર્ટમાં રજૂ કરવા માટે લાવેલ બે કેદી પૈકીના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ મારામારીના બનાવમાં સંડોવાયેલા પર્વતસીહ ફતેસિંહ સોલંકી રે. જુનુ ફળીયુ મુ. કરાડા તા. કાલોલ જે કોર્ટમાંથી બહાર નીકળવાના સમયે હથકડી કાઢી છુપી રીતે કાઢી નાખી પોલીસ જાપ્તા નાં હેડ કોન્સ્ટેબલ જસુભાઈ ને ધક્કો મારી નજર ચુકવી બાવળની ઝાડીઓમાં થઈ ફરાર થઈ ગયો હતો જેની શોધખોળ માટે કાલોલ પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેના સંભવિત આશ્રયસ્થાનો પર વોચ ગોઠવી દેવામાં આવી હતી મોડી સાંજ સુધી ફરાર કેદી મળી ન આવતા જાપ્તા નાં પોલીસ કર્મચારી ડી જી માવી દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી સમગ્ર જીલ્લામાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે કાલોલ નાં પીએસઆઈ અને સ્ટાફ દ્વારા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા જેમા રવિવારે સવારે બાતમી આધારે પોલીસે ફરાર કેદીનાં ગામની સીમમાં રેડ કરતા ડી સ્ટાફને કેદી મળી આવેલ જેને કાલોલ પોલીસ મથકે લાવી જરૂરી કાર્યવાહી કરી પરત ગોધરા સબ જેલમા મોકલી આપ્યો છે. સમગ્ર કાલોલ અને જીલ્લામાં ચકચાર જગાવનાર ફરાર કેદી કાલોલ પોલીસ દ્વારા ઝડપાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.