PANCHMAHALSHEHERA

પ્રો અરુણસિંહ સોલંકીના ચોથા પુસ્તકનું કુલપતિ શ્રી ના હસ્તે હસ્તે વિમોચન કરાયું

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર અરુણસિંહ સોલંકીના ચોથા પુસ્તક “બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ” નું શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના શ્રી સ્વામી વિવેકાનંદ ચેર અંતર્ગત ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.અનિલ સોલંકી, ચેરના કોર્ડીનેટર દીપ્તિબેન સોની , ઈ સી મેમ્બર ડો અજય ભાઈ સોની, મંડળના ડો. એમ બી પટેલ, કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી કેસરેજી સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું .શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડો. પ્રતાપસિંહજી ચૌહાણે આ પુસ્તક વિમોચન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી બની રહેશે. તેઓએ પ્રોફેસર સોલંકીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અનેક કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, વિવિધ આમંત્રિતો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ તાળીઓના ગડગડાટથી પુસ્તક વિમોચન ને વધાવી લીધું હતું .પ્રો.સોલંકી એ પણ સ્વામી વિવેકાનંદ ચેર ના તમામ હોદ્દેદારો સહિત યુનિવર્સિટી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો સતીષ નાકરે કર્યું હતું. આભારવિધિ ડો.અનિલભાઈ સોલંકી એ કરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!