તારીખ ૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની નવરચના ગુરુકુળ વિદ્યાલય માં ચતુર્થ વિષય-પ્રદર્શન યોજાયું.જેમાં શાળાના તમામ ધોરણ ના વિદ્યાર્થીઓ એ ભાગ લઈ ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરેલ હતી.પ્રદર્શન માં કાલોલ તાલુકા ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહ પરમાર તેમજ શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તેમજ જિલ્લા ના ઉપાધ્યક્ષ અજીતસિંહ સોલંકી તેમજ શાળા ના સંચાલક પ્રતિકકુમાર બારોટ અને વિશ્વ હિન્દુ પરિષદ કાલોલ ના પ્રમુખ વિનોદભાઈ બ્રહ્મભટ્ટ તેમજ ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને બાળકો ની કૃતિઓ નિહાળી પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.મહાસંઘ ના અધ્યક્ષ એ બાળકો માં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ બાળકોમાં ટેક્નિકલ જ્ઞાન માં વધારો થાય તે અંતર્ગત દર વર્ષે આ પ્રકાર ના પ્રદર્શન તાલુકાની દરેક શાળાઓ માં યોજાય એ માટે ટી.પી.ઓ ને જણાવેલ હતું. શાળા ના આચાર્ય અને સ્ટાફ તેમજ બાળકો ની ખૂબ જ સુંદર કામગીરી ની પ્રશંસા કરવામાં આવી.અને અંતમાં સૌને બિરદાવવા માં આવ્યા હતા.