પંચમહાલ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીની બેઠક સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાઇ

0
15
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્ય સમાચાર

. નિલેશ દરજી શહેરાIMG 20230304 WA0067

 

પંચમહાલ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીની બેઠક સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મોરવા ધારાસભ્ય નિમિષાબેન સુથાર તથા જિલ્લા કલેકટર  સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાની ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાય હતી.

આ બેઠકમાં અધ્યક્ષશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્ષ-૨૦૧૬-૨૦૨૨માં ૭૧૭૯૧ના લક્ષ્યાંક સામે ૬૬૨૨૦ આવાસો પૂર્ણ થયેલ છે.બાકી રહેલ ૫૫૭૧ આવાસો સામે પાયા ભરવાની કામગીરમાં ૧૨૧૬ આવાસો, પ્લીન્થ પર ૩૭૮૬ આવાસો,લિન્ટલ પર ૫૨૬ આવાસો અને રૂફ પર- ૪૩ આવાસો છે. તેમજ રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ હેઠળ ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી ૪૨૯૪૭ લાભાર્થીઓને સહાય,નિરાધાર વૃધ્ધ સહાય યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી ૬૧૦૮ લાભાર્થીઓને સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં ૨૭૪૨ લાભાર્થીઓને બેન્ક મારફત સહાય, ઇન્દીરાગાંધી ડીસ એબીલીટી પેન્સન સ્કીમમાં ૧૮૦૫ લાભાર્થીઓને સહાય તેમજ મનરેગા યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, આત્મા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, PMJAY યોજના, શિક્ષણ, આરોગ્ય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્યાણ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, રોજગાર અને કૌશલ્ય વર્ધન યોજના તેમજ નાગરીકોને સ્પર્શતી યોજનાઓ હેઠળ થયેલા કામોની વિસ્તૃત ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા કરી જરૂરી સલાહ સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરવા હાકલ કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા અને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમીટીના સભ્યશ્રીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*******************

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews