તા.૬.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલનાં ટિંબી પાટિયા નજીક વાવાઝોડા ના કારણે ઝાડ લાઈટના થામલા પર પડતા લાઈટ નાં થાંભલા નીચે આવી જતા બે ઈજાગ્રસ્ત થયા છે.આજે સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં વાવાઝોડા ને લઇ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જ્યારે ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડવા પામી હતી.જ્યારે વાવાઝોડા નાં કારને હાલોલ તાલુકાના ટિંબી પાટિયા નજીકમાં રહેતા એક પરિવાર પર લાઇટનો થામલો પડતા પિતા અને પુત્રી ગંભીર રીતે ઘવાયા હતા.જ્યારેઆ ઘટના ને લઇ આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને મહા મુસીબતે લાઇટના થાંભલા નીચે દબાયેલા પિતા અને પુત્રીને બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે તાત્કાલિક 108 એમબ્યુંલન્સ ને જાણ કરતા 108 એમબ્યુંલન્સ મારફતે તેઓને હાલોલ ની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે બરોડા સયાજી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળવા પામી છે.