PANCHMAHALSHEHERA

કાલોલ શહેરના મહાલક્ષ્મી ચોક પાસે છરો બતાવી લૂંટ ચલાવી ભાંગવા જતા બે લૂંટારાઓને સ્થાનિક રહીશોએ ઝડપી પાડયા

તારીખ ૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલા મહાલક્ષ્મી મંદિર સામે પૂજી ફળિયામાં પ્રથમ માળે રહેતા પ્રકાશભાઈ શિવશંકર પંડ્યા નાં ઘરે રાત્રી ના સુમારે ઘરનું બારણું ખખડાવી છરો બતાવી રોકડા ૧૨૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી ભાંગવા જતા બે લૂંટારાઓને સ્થાનિક રહીશોએ ઝડપી લીધા હતા બનાવની વિગત આ પ્રમાણે છે કાલોલ નગરના પૂજી ફળિયામાં રહેતા પ્રકાશભાઈ અને કોકીલાબેન પોતાના ઘરમાં હતા ત્યારે રાત્રિના 12:30 ના સુમારે બે વ્યક્તિઓએ ચોરી કરવાના ઇરાદે બારણું ખખડાવ્યું હતું અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તમારી પાસે જે પૈસા હોય તે અમને આપી દો તેવું કહી તિજોરીની ચાવી લઇ ૧૨૦૦૦ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા આ દરમિયાન તેમના પત્નીને દાગીના કાઢી આપવા કહેતા કોકિલાબેન બુમાબૂમ કરતા નીચે રહેતા ભાડુઆત અને આજુબાજુના ફળિયાના લોકોએ આ બંને ઈસમો ને ઝપાઝપી કરી પકડી પાડ્યા છે જેમાં એકનું નામ મોઇન ઉર્ફે ઝફર ઉંમર કાજી (જરોદિયા) રે કાલોલ અને બીજો મોટરસાયકલ લઇ ઊભેલ ઇસમ રજનીભાઈ મોહનભાઈ ભોઈ રહેવાસી ગોધરા આ બંને આરોપીઓ મોટરસાયકલ લઈને ચોરી કરવા આવ્યા હોવાનુ જણાવેલ બન્ને ઈસમો ને લુટ કરેલ મુદામાલ સાથે કાલોલ પોલીસે ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી કોવીડ ટેસ્ટ કરાવવા માટે હસ્તગત કર્યાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!