વાત્સલ્યમ્ સમાચાર
તારીખ ૨૦ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શિશુમંદિર શાળા ખાતે વિવિધ પ્રકારની રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શિશુમંદિર શાળાના મોટીસંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.આ રમતોત્સવમાં ગોળા ફેંક,કોથળા દોડ,સ્લો સાઈકલ,દોરડા કુદ,રસ્સા ખેંચ જેવી અનેકવિધ રમતો રમાડી બાળકોને રમતોનું જીવનમાં મહત્વ અને બાળ વિકાસમાં રમતોનું મહત્વ સમજાવતા ભાગીદારી સાથે ખેલદિલીના અને સાહસના ગુણો અને કૌશલ્યો વિકસે એ દિશામાં એક પ્રયત્ન આદર્યો હતો જેમાં બાળકોની શારિરીક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય સાથે બાળકો પોતાની કારકીર્દી ખેલકુદ માં પણ વધારે એ આશયને ધ્યાનમાં રાખી ખૂબ સ્ફૂર્તિ પૂર્વક બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાઓ બતાવી.