વાત્સલ્ય સમાચાર
નિલેશ દરજી ગોધરા
સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મહિલા વિંગ્સ ગોધરા એકમ દ્વારા હોળી ધુળેટી પર્વ નિમિત્તે ગોધરાના નહેરુ ગાર્ડન ખાતે હોળી રંગોત્સવનો રંગારંગ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં સિંધી બહેનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો જેમાં બહેનો દ્વારા હોળી પર્વની શાનદાર અને રંગોત્સવ સાથે ભવ્ય ઉજવણી કરી હતી સિંધી સંસ્કૃતિને અનુરૂપ આ કાર્યક્રમની ઉજવણીમાં કેક કાપી, ડીજે ના તાલે ઝૂમી, શાનદાર ગિફ્ટ અને નાસ્તા સાથે બહેનોએ ખૂબ શાનદાર રીતે રંગોત્સવ ઉજવ્યો હતો. વિવિધ રંગોના સથવારે બહેનોએ ધુળેટી પર્વ અને મહિલા દિવસ નિમિત્તે એની ઉજવણીના ભાગરૂપે માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમમાં પરમેશ્વરી દીદી , મીતાબેન મનુભાઈ ભગત અને પાયલ વિરવાણીએ જોરદાર ભૂમિકા ભજવી હતી ,જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વુમન્સ વિંગ્સના રેખાબેન ભગત અને તેના ગ્રુપ દ્વારા શાનદાર રીતે કરવામાં આવ્યું હતું