તારીખ ૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રગટાવવાનું ધાર્મિક મહત્વ છે. આ દિવસે લોકો એકબીજાને તિલક કરી એકબીજા સાથે પ્રેમથી જોડાય છે.ભારતીય સંસ્કૃતિમાં રંગબેરંગી રંગો સાથે આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, બોરુ પ્રાથમિક શાળા ની ઇકો કલબ જાંબુ દ્વારા તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શાળા ના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ હોળી-ધુળેટીની તિલક હોળી દ્વારા ઉજવણી કરી પાણીનો બચાવ કરીએ તેવો સંદેશો પણ આપ્યો હતો. તેમજ હોળી ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.બાળકોને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવારને શિસ્તમય રીતે શ્રદ્ધાના રંગો દ્વારા ઉજવ્યો હતો. બાળકોને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગોને ઉમંગમય બનાવી કલર થેરાપી કરાવી હતી. અને બાળકો દ્વારા પણ તિલક હોળીની ઉજવણી કરી પાણી બચાવોનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.