GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: વાંસી બોરસીમાં નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં ૨૦૦૦ બસ અને ૪૫૦૦ કારના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીના વાંસી બોરસી ખાતે આગામી તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને જીઆઈડીસી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના સ્થળે કુલ પાંચ ડોમમાં વિશાળ જનમેદની માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય ફૂડ પેકેટ, પાણી, શૌચાલય, ટ્રાન્સપોર્ટેશન, એલઈડી લાઈટ અને એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોઈ અગવડતા ન સર્જાય તે માટે બારીકાઈપૂર્વક તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં અહીં વીઆઈપી, વીવીઆઈપી, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત જનમેદની ઉપસ્થિત રહેનાર હોવાથી ૨૦૦૦ બસો અને ૪૫૦૦ ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button