પી.એમ શ્રીપાલનપુર કે .મા.ચોકસી પ્રાથમિક કન્યા શાળાના પ્રવેશ ઉત્સવ ઉત્સાહ ભર યોજાયો. અધિક કલેક્ટર શ્રી સહિત અનેક પદ અધિકારીઓ હાજરી આપી

29 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠામાં વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ઉત્સાહ ભેર થી ચાલી રહ્યા છે
પ્રાથમિક શાળા પ્રવેશ ઉત્સવ
વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દિપ પ્રજ્જલિત કરવા સમગ્ર રાજયમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે પાલનપુર કે.મા.કેળવણી પ્રાથમિક કન્યાશાળા અધિક કલેકટરશ્રી અભિષેક તાલે સાહેબ સહિત અનેક શિક્ષણ હોદ્દેદારો હાજરી આપી હતી પાલનપુરની કે.મા પ્રાથમિક શાળા કન્યાઓને નાના ભૂલકાંઓને આવકારીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે(I.A.S.) અધિક કલેકટરશ્રી અભિષેક તાલે સાહેબ ની ઉપસ્થિત જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વનું કાર્ય છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ આપણી સૌની જવાબદારી છે. શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભવિષ્યના શિક્ષિત ગુજરાતના ઘડતરનો પ્રારંભ છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપી એક સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. તેમણે નવા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં હાજર રહ્યા હતા હતા આ પ્રવેશ ઉત્સવમાં કેટલાક ભાજપના હોદ્દેદારો જેમાં પિયુષભાઈ ચૌધરી .અલ્પેશ ભાઈ પુરોહિત. હાજર રહ્યા હતા તેમજ ઇન્ચાર્જ નિરંજન શિક્ષણ અધિકારી અને લાયઝન અધિકારી વિપુલ ભાઈ જોશી તેમજ શાળાની એસ.એમ.સી કમિટી તમામ લોકોએ હાજરી આપી હતી માધ્યમિક શાળાના આચાર્ય મનીષાબેન નાઈ ભાજપ અગ્રણી અનંતશાહ અને સમગ્ર સ્ટાફ તેમજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશ ઉજવણીના બાલિકાઓને ધોરણ ૧ના 36 બાળકોને કંકુ તિલક કરી પ્રવેશ આપતા તેમના ચહેરા ઉપર ખુશીની સ્મિત જોવાં મળી હતી આ ઉપરાંત પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને પણ વિવિધ સાધનો જ્ઞાન સેતુ પુસ્તકો આપીને વિદ્યાર્થીઓને ઊસ્સાહ વધાર્યો હતો
શાળાના આચાર્ય હેતલબેન ચૌધરી તેમજ સ્ટાપે તમામ લોકોને આભાર માન્યો હતો




