13 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે આવેલા ફોરેસ્ટ પક્ષીઘર માં જુદા જુદા પક્ષીઓ બિમાર કે તકલીફવાળા અને અન્ય પક્ષીઓ જીવદયાપ્રેમીઓ દ્વારા અહીં કંથેરિયા હનુમાન રોડ ઉપર હવાડા ની બાજુમાં આવેલા ફોરેસ્ટ વિભાગનું પક્ષીઘર છે ત્યાં જુદા પ્રકારના અબોલ પક્ષીઓ જોવા મળેછે જેમાં કબૂતર,બતક, મરઘાં,કાબર વગેરે પક્ષીઓ જોવા મળેછે જેમાં તેમનું જતન પ્રકાશભાઈ જે.ઠાકોર પરિવાર સાથે ત્યાં કવાટૅર માં રહીને કરી રહ્યા છે.તેમના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા સતત દશ વર્ષ થી આ રીતે જીવો નું જતન કરી રહ્યા છે.આ બધા પક્ષીઓ ની સારવાર થકી સ્વસ્થ થતાં તેમને બાલારામ ખાતે ના જંગલ વિસ્તારમાં તેમના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે.આ રીતે નિયમિત રીતે અહીં પક્ષીઓ આવતા જતાં રહે છે.કહેવત છે કે કુદરતનું રખોપું કરનારા આવા જનો ધન્યવાદ ને પાત્ર હોય છે.