એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ પુરજોશમાં શરૂ :

0
43
વાત્સલ્યમ્ સમાચાર

*સરદારના સાનિધ્યમાં રેવાના તીરે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ પુરજોશમાં શરૂ : નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને કેન્દ્રીય ટીમ કામગીરીમાં જોડાઈ*
———
*એકતા નગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપી રીવ્યુ કરવામાં આવ્યો*
———
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૩ની ઉજવણી સંદર્ભે ૧૬ જેટલી વિવિધ સમિતિઓએ કામગીરીને આખરી ઓપ આપવા રાતદિવસ કામે લાગી*
———
રાજપીપળા,શુક્રવાર :- સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસે આગામી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણી સંદર્ભમાં આજે એસ.એસ.એન.એન.એલ. સર્કિટ હાઉસ-એકતાનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિઓને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અને સુચારૂ આયોજન અમલવારી અંગે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને વિવિધ સમિતિઓ પોતપોતાના કામમાં કામગીરીને આખરી ઓપ આપવામાં જોતરાઈ ગઈ છે. સાથે સાથે એકતાનગર ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને સ્વચ્છ અને સુંદર એકતાનગરના કામે લાગી ગઇ છે.

IMG 20231027 WA0066

જિલ્લા કલેકટરશ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, અહીં આવતા કેન્દ્રના અધિકારીઓ તથા રાજયના ઉચ્ચ અધિકારીઓને એકતાનગર યાદગાર બની રહે. સહભાગી થનાર લોકોમાં અમિટ છાપ કાયમ રહે તે માટે યાદગાર અને શાનદાર રીતે ઉજવણી થાય તે અંગે સર્વગ્રાહી બાબતો પ્રત્યેક સમિતિ ધ્યાન રાખે અને સુંદર કામગીરી કરવાની છે. અહીં આવેલા મહેમાનો માટે રહેવા જમવા જોવાની-ફરવાની સુવિધા સ્વચ્છતા સહિતની નાની મોટી બાબતોનું સૌએ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. એકતાનગરમાં કેટલાક લોકોને વારંવાર આવવાનું ન મળે પણ એકતા પરેડમાં પધારેલા લોકો અન્યને આવવા માટે પ્રેરિત કરે તે પ્રકારની કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો. કોઈપણને તકલીફ ન પડે તે જોવા મિટિંગમાં ચર્ચા કરાઈ હતી.

IMG 20231027 WA0063

આ કાર્યક્રમના આયોજન માટે ૧૬ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જેવી કે, ઓર્ગેનાઈઝિંગ કમિટિ, પરેડ નિદર્શન કમિટિ, કલ્ચરલ પ્રોગ્રામ કમિટિ, આમંત્રણ અને બેઠક વ્યવસ્થા કમિટિ, મીડિયા અને પ્રચાર-પ્રસાર કમિટિ, એકોમોડેશન, સિક્યુરિટી અને ટ્રાન્સપોર્ટેશન કમિટિ, ફૂડ કમિટિ, સાફ-સફાઈ કમિટિ, હેલિપેડ કમિટિ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, જિલ્લા કન્ટ્રોલ રૂમ વગેરે જેવી મહત્વની કમિટિઓનો સમાવેશ થાય છે. આ સમિતિઓની પ્રાથમિક તબક્કાની વન ટુ વન રીવ્યુ અને માઈક્રો પ્લાનિંગ અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને પ્રેરક માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉજવણી સુંદર રીતે થાય અને એક ટીમ નર્મદા તરીકે સંકલન અને સહકારથી કામ કરવા અનુરોધ કર્યો હતો. અને બહારથી આવેલા અધિકારી-કર્મચારીઓ પણ એક બીજી સમિતિના સંકલનમાં કામ કરે તે જરૂરી છે. અને વખતોવખતની સૂચના અને પ્રોટોકોલ બાબતોને ફોલો કરવા જણાવ્યું હતું.

IMG 20231027 WA0065

આજે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, વિવિધ ડિસ્ટ્રીક્ટ કમિટિના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews