
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે આવેલ ” આવેદા ધ ફેમીલી ” સ્પા-મસાજ ના માલિક સામે ગુન્હો દાખલ,જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી
મોડાસા : રાજ્ય સરકાર ના ગૃહ વિભાગના નક્કી કરેલા નિયમો મુજબ ફરજિયાત રજિસ્ટર ન નિભાવવું તથા અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ મોડાસા ટાઉન પોલીસે એક સ્પા માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ), પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (અરવલ્લી–મોડાસા) તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. ડાભી (મોડાસા વિભાગ) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જાહેરનામા ભંગ કરનાર ઇસમો સામે કડક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તથા ચેકિંગમાં હતો. તે દરમિયાન મોડાસા–શામળાજી હાઈવે રોડ ઉપર આવેલ આવેદા ધ ફેમીલી સ્પા-મસાજ ખાતે તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે સ્પાના માલિક દ્વારા નિયમ મુજબ રાખવાનું ફરજિયાત રજિસ્ટર જાળવવામાં આવેલ નહોતું. તેમજ ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો તથા ફોટા સાથે કોઈ એન્ટ્રી કરવામાં આવી નહોતી અને સ્ટાફની વિગતો પોલીસ સ્ટેશન ખાતે પણ જમા કરાવવામાં આવેલી ન હતી.આ રીતે જાહેરનામાનો ભંગ થતો જણાતા આવેદા ધ ફેમીલી સ્પા-મસાજના માલિક સામે મોડાસા ટાઉન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી તા. ૦૭/૧૨/૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીનું નામ અને સરનામું:
ગોવિંદભાઈ પ્રભુભાઈ જાતે પુરી, ઉ.વ. ૨૦ હાલ રહે. આવેદા સ્પા, મોડાસા–શામળાજી હાઈવે રોડ, મોડાસા, તા. મોડાસા, જી. અરવલ્લી ,મૂળ રહે. કુંડાવાસ, તા. રોહટ, જી. પાલી (રાજસ્થાન) મોડાસા ટાઉન પોલીસની આ કાર્યવાહીથી સ્પા વ્યવસાય સંચાલકોમાં માહોલ સર્જાયો છે.





