રાહુલ ગાંધી આણંદ માં ગંભીરાબ્રિજના પીડિતો મળવા બોલાવ્યા

રાહુલ ગાંધી આણંદ માં ગંભીરાબ્રિજના પીડિતો મળવા બોલાવ્યા
તાહિર મેમણ – આણંદ – 26/07/2025 – લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધી આણંદ માં ગંભીરાબ્રિજના પીડિતો મળવા બોલાવ્યા પહેલા પરમિશન ના હોવાના કારણે પોલીસે ના કીધું હતું બાદ માં રાહુલ ને ખબર પડતા મળવા બોલવિયા હતા સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ આણંદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આણંદમાં ગંભીરાબ્રિજ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી, જોકે રાહુલ રાધીની પીડિત પરિવાર સાથે મુલાકાત પહેલાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો સાથે રકઝક થઈ હતી.રાહુલ ગાંધીએ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ધાટન કર્યું કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસપ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદના અંધારિયા ચકલા પાસે નિજાનંદ રિસોર્ટમાં શિબિરનું આયોજન કરાયું છે. એ શિબિરનું રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કર્યું હતું.
નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસપ્રમુખો માટે આયોજિત ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કરી રહેલા રાહુલ ગાંધી.
નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસપ્રમુખો માટે આયોજિત ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કરી રહેલા રાહુલ ગાંધી.
રાહુલ ગાંધી ગંભીરાબ્રિજના પીડિત પરિવારોને પણ મળ્યા
આ બાદ રાહુલ ગાંધી ગંભીરાબ્રિજમાં મોતને ભેટેલા લોકોનાં પરિવારજનોને મળવા પહોંચ્યાં હતાં, જોકે પીડિત પરિવાર પાસે પાસ ન હોવાથી પોલીસે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢ્યાં હતાં, જેને પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. આ અંગેની રાહુલ ગાંધીને જાણ થતાં જ ગંભીરાબ્રિજના પીડિતોને મળવા બોલાવ્યા હતા.





