14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં બિયોહર રાજેન્દ્ર સિમ્હા ની યાદમાં ચૌદમી સપ્ટેમ્બર ના રોજ શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રાર્થના સભામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.બાળકોએ હિન્દી દિવસ કોની યાદમાં અને શા માટે ઉજવવામાં આવે છે તેના વિશે બાળકોએ વિધાર્થીઓને માહિતી આપી હતી. બાળકોએ હિન્દી દિવસ વિશે પોતાનું વકતવ્ય પણ આપ્યું હતું. શાળાના શિક્ષકશ્રી પ્રવિણસિંહ ચૌહાણે હિન્દી દિવસ વિશે વિસ્તૃતમાં બાળકોને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓમાં હિન્દી ભાષા વિશે જાગૃતિ કેળવાય અને બાળકો પોતાની રાજભાષા હિન્દી બોલતા થાય એ માટે પણ માહિતગાર કર્યા હતા. શાળા આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને હિન્દી દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.