GUJARATJETPURRAJKOT

Rajkot: ઇ.વી.એમ. નિદર્શન વાન- ‘”અવસર લોકશાહીનો'” ને પ્રસ્થાન કરાવતા કલેક્ટરશ્રી

તા.૨૦/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેર તથા ગ્રામ્યમાં એક-એક રથ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અર્થે યોજાનાર ઓડિયો વિઝ્યુઅલ માર્ગદર્શન અને વોટીંગ મશીન નિદર્શન

Rajkot: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અર્થે ખાસ ઇ.વી.એમ. નિદર્શન વાન ફાળવવામાં આવેલી છે.

રાજકોટ જિલ્લામાં એક તેમજ રાજકોટ શહેરમા એક મળીને કુલ બે રથ ફાળવવામાં આવ્યા છે, જેને કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ આજરોજ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીની ઉપસ્થિતિમાં ‘અવસર લોકશાહીનો’ નિદર્શિત ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

“સ્વીપ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મતદાર જાગૃતિ રથ જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય પોઇન્ટ પર લોકોને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરશે, તેમ જ મતદાન જાગૃતિ અને મતદાનનું મહત્વ પણ સમજાવશે. રાજકોટ શહેરમાં રોજના દસ તેમ જ રાજકોટ ગ્રામ્યમાં રોજના પાંચ પોઈન્ટ પર રથને ઉભો રાખી નિદર્શન તેમજ માર્ગદર્શન પ્રક્રિયા કરવામાં આવશે.

મામલતદાર ઇલેક્શનશ્રી એમ.ડી. દવેના જણાવ્યા મુજબ યુવા મતદારો, મહિલાઓ તેમજ શ્રમિકો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓ સમગ્ર મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ જાણે અને જાત અનુભવ કરી શકે તે માટે આ ઇ.વી.એમ. નિદર્શન વાન ખાસ ઉપયોગી બનશે. આ તકે ચૂંટણી શાખાના નાયબ મામલતદાર વિક્રમસિંહ ઝાલા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button