GUJARATJETPURRAJKOT

Rajkot: “પા પા પગલી” પ્રોજેક્ટ અન્વયે રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓમાં ત્રીસ હજારથી વધુ બાળકોને વિવિધ લાભો અપાયા

તા.૨/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકરના મહિલા અને બાળ વિકાસ વિભાગ અન્વયે રાજ્યની આંગણવાડીઓમાં બાળકોના જીવનના મહત્વના ત્રણ થી છ વર્ષોને ગુણવત્તાભેર બનાવવા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે “પા પા પગલી” પ્રોજેક્ટ અમલીકૃત છે.

આ યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોને બે વખત ગરમ નાસ્તો તથા અઠવાડિયામાં બે વખત ફળ વિતરણ કરવામાં આવે છે. તેમજ બાળકોને પ્રિ-સ્કુલ કીટ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વસ્તુઓ ઉપયોગી થાય છે. જે અન્વયે વર્ષ ૨૦૨ના ડિસેમ્બર માસમાં રાજકોટ (ગ્રામ્ય)જિલ્લાની ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રો પર કુલ ૩૦,૧૯૩ બાળકોને ગરમ નાસ્તો, પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ અપાયો હતો. આ ઉપરાંત બાળકોને વધુ સારું શિક્ષણ મળે તે માટે નવેમ્બર ૨૦૨૩માં આંગણવાડી કાર્યકરને જિલ્લા/ઘટકના પ્રિ-સ્કુલ ઇન્સટ્રકટર તરફથી એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button