તા.૫/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યમાં વેપાર-ધંધા-ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી ‘‘વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪’’ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો અને વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા ઉદ્દેશ્યથી રાજકોટ જિલ્લા કક્ષાએ આગામી ટુંક સમયમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ’નો કાર્યક્રમ યોજાશે.
‘‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ’’ ઈવેન્ટમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટ અપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEડ) વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે.
આ કાર્યક્રમો માટે કેપેસિટી બિલ્ડીંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સપોર્ટ પ્રમોશન, માર્કેટ લિંકેજ માટે સેમિનાર/વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે. લોન મેળાઓના આયોજન માટે જિલ્લા લીડ બેંક મેનેજર દ્વારા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC), નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD), સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) સાથે સંકલન કરવામાં આવશે.