GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ શહેર ઝોન ૧ થી ૮ની યોગાસન, ખો-ખો સહિત વિવિધ વયજૂથમાં ૫ સ્પર્ધાઓ યોજાશે

તા.૧૬/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં હાલ ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જે અંતર્ગત તા.૧૭ જાન્યુઆરીના રોજ ઝોન ૧ થી ૮ ના સ્પર્ધકો માટે યોગાસન, રસ્સાખેંચ, વોલીબોલ, ચેસ અને ખો-ખોની સ્પર્ધાઓ યોજાશે.

જેમાં સદુભા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, ગ્રેન માર્કેટની બાજુમાં, રાજકોટ ખાતે અં.૧૪, અં.૧૭ અને ઓપન એઈજ માટે યોગાસન સ્પર્ધાઓ યોજાશે. સાથે જ સરદાર પટેલ વિદ્યામંદિર, મવડી, રાજકોટ ખાતે અં. ૧૭ ભાઈઓ માટે રસ્સાખેંચ, એસ.એ.જી. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, પ્રેમ મંદિર પાછળ ખાતે અં. ૧૭ ભાઈઓ- બહેનો વોલીબોલ, અં-૧૧,૧૪,૧૭ બહેનો માટે ચેસ, જી.કે.ધોળકિયા (ડી.એલ.સી.સી.)સ્કૂલ, રીંગરોડ ૨, રાજકોટ ખાતે ઓપન એઈજ ભાઈઓ માટે ખો-ખોની સ્પર્ધાઓ યોજાશે તેમ જિલ્લા રમત – ગમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!