GUJARATJETPURRAJKOT

Rajkot: ‘સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ યોજના’ અંતર્ગત બે – દિવસીય બિન નિવાસી કેમ્પ યોજાયો

તા.૧૮/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પોલીસ અને સરકારી તંત્રની કામગીરી અંગે યુવાપેઢીને માહિતગાર કરાયા

Rajkot: વિદ્યાર્થીઓ આવતી કાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્યના ઘડતર માટે સરકારશ્રીના પોલીસ વિભાગે ‘સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ યોજના’ અમલીકૃત કરી છે. આ યોજના થકી વિદ્યાર્થીઓ પોલીસ અને સરકારી તંત્રની કામગીરીને સમજે અને વધુ સારા નાગરિકો બને તેવા હેતુથી થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ રાજકોટની સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ માટે આજીડેમ સ્થિત ગાર્ડનમાં બે દિવસીય બિન-નિવાસી કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ એસ.પી.સી.સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં આવેલ સારા પરિવર્તન અને અનુભવો અંગે અન્ય વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેમ્પમાં ખો- ખો અને સંગીત ખુરશી સહિતની રમત રમયા ઉપરાંત, થોરાળા પોલીસ સ્ટેશનનાં બહેનોએ બાળકોને સૂર્ય-નમસ્કાર અને વિવિધ યોગાસનો શીખવ્યા હતા. દેખા-દેખીના લીધે વ્યસનના રવાડે ચડતા યુવાનોને કેમ્પમાં ‘વ્યસન મુક્તિ’ અંગે જાગૃત કરાયા હતા. તેમજ વ્યસન કરતાં વ્યાયામનું મહત્વ જણાવ્યું હતું. આ ઉપરાંત, યુવા પેઢીમા વધતા જતા સોશિયલ મીડિયાના ઉપયોગ થકી અજાણતા ફ્રોડ લીંક અથવા વેબસાઈટ પર સર્ફિંગ થતા સાયબર ક્રાઈમ, પોકસો જેવા કાયદાઓ અંગે તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેની તમામ જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

[wptube id="1252022"]
Back to top button