તા.૨૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકોનું નવું વર્ષ સંયમ, સાદગી, સાધના, સંસ્કાર અને સ્વાસ્થ્ય ,સુખ-સમૃદ્ધિ સભર બને તે શુભકામનાઓ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નુતન વર્ષની શરુઆત નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ ઝોનનો સ્નેહ મિલન કાર્યક્રમ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીની ઉપસ્થિતીમાં તા.૨૨/૧૧/૨૦૨૩, બુધવારે બપોરે ૩થી ૬ દરમ્યાન યોજાશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. જેના દ્વારા તમામ જિલ્લામાં યોગ કોચ નીમવા, યોગ કોચને તાલીમ આપવી,દરેક યોગ કોચ હેઠળ ૧૦૦ જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા, યોગ ટ્રેનરો દ્રારા યોગ વર્ગો વિવિધ વિસ્તારમાં ચાલું કરવા વગેરે કામગીરી દ્વારા યોગને તમામ લોકો સુધી પહોચાડવા પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે.