Rajkot: નશીલા દ્રવ્યની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે નાર્કો કો ઓર્ડીનેશન સેન્ટર કમિટી(NCORD)ની મિટિંગ યોજાઈ

0
122
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા, માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુકવા તથા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે શહેર પોલીસ કમિશનરશ્રીની રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં, રાજકોટ પોલીસ કમિશનરશ્રી કચેરી ખાતે નાર્કો કો ઓર્ડીનેશન સેન્ટર કમિટીની મિટિંગ યોજાઇ હતી.

IMG 20231026 WA0053 1

આ બેઠકમાં શહેર પોલીસ કમિશનરશ્રીની રાજુ ભાર્ગવે કહયુ હતું કે, મોટા ભાગે કિશોરો -યુવાનો નશીલા દ્વ્યોમાં સપડાતા જોવા મળે છે ત્યારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના રવાડે ના ચડે તેની તકેદારી શિક્ષણ વિભાગે ખાસ લેવી જોઇએ. શહેરમાં ક્યાંય પણ ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન જેવા નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેની જાણ પોલીસ વિભાગને તાત્કાલિક કરવી જોઈએ. જેથી આ દૂષણના ભરડાને ટાળવા પોલીસ કડક કાર્યવાહી કરી શકે.

IMG 20231026 WA0054

આ બેઠકમાં નાર્કોટીકસ વિશેનું પ્રેઝન્ટેશન પી.પી.ટી.ના માધ્યમથી નાયબ પોલીસ કમિશનર(ક્રાઇમ) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે રજૂ કર્યુ હતું. જેમાં અવેરનેસ કેમ્પ, નશીલા દ્વ્યોના ટ્રાફિકીંગ રૂટ, નશીલા દ્વ્યોની શારીરિક – માનસિક અસરો, પોલીસ વિભાગ દ્વારા પકડાતું ડ્રગ્સ, ડ્રગ્સને નાશ કરવાના નિયમો, વ્યસન મુક્તિ માટે નાગરિકોની ફરજો, રિહેબિલીટેશન સેન્ટર વગેરેનો સમાવેશ કરાયો હતો.

આ મિટિંગમાં ડી.સી.પી. ઝોન – ૧ સજ્જનસિંહ પરમાર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને સંદીપકુમાર વર્મા, નાયબ નિયામક વિકસતી જાતિ જે.એ.બારોટ, ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિ પટેલ, એ.સી.એફ શ્રી એસ.ટી. કોટડીયા, નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોનાશ્રી ક્રિષ્ન મોહન પ્રસાદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews