વાત્સલ્યમ્ સમાચાર
તા.૨૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “વિશ્વ હેરિટેજ વીક – ૨૩” અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત મદદનીશ પુરાતત્વ નિયામકની કચેરી, પશ્ચિમ વર્તુળ અને વોટસન મ્યુઝિયમ, રાજકોટના ઉપક્રમે ૨૨ નવેમ્બરના રોજ ખંભાલીડાની ગુફાઓ ખાતે કાગવડ મંદિર નજીક પુરાતત્વીય સ્થળો પર 3D ફોટોગ્રાફી અને GPRના ઉપયોગો પર એક વર્કશોપનું આયોજન કરાયું છે. સવારે ૧૦ કલાકથી બપોરે ૧ વાગ્યા સુધી યોજાનાર આ વર્કશોપમાં આ ક્ષેત્રમાં રસ ધરાવતા નાગરિકો સામેલ થઇ શકશે, તેમ સહાયક પુરાતત્વ નિયામકશ્રી સંગીતાબેન રામાનુજ અને પૂરતત્વ અધિક્ષકશ્રી સિદ્ધા શાહની યાદીમાં જણાવાયું છે.