Rajkot: રાજકોટમાં સૌ પ્રથમવાર નૃત્ય કલાના કલાકારો માટે “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન

0
130
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

હેમુ ગઢવી હોલ ખાતે બે દિવસ દરમ્યાન ૩૭ થી વધુ કલાકારો તેમની નૃત્યકલાનાં કામણ પાથરશે.

Rajkot: નૃત્ય કલાના કલાકારો માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્રથમ વાર “કલ કે કલાકાર” કાર્યક્રમની પૂર્વ કસોટીનું આયોજન કરાયું હતું, બે દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૩૭ મહિલા અને પુરૂષ કલાકારો તેમની નૃત્યકલાના કામણ રાજકોટની જનતા સમક્ષ પેશ કરશે.

IMG 20231026 WA0057

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, રાજકોટ દ્વારા ‘‘કલ કે કલાકાર-શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ૨૦૨૨-૨૩’’ની પૂર્વ કસોટી(ઓડીશન) રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ હતી.

આ પૂર્વ કસોટી પ્રતિયોગિતામાં ૧૭ થી ૨૫ વયના પ્રતિયોગીઓએ ૧૨ જેટલી શાસ્ત્રીય નૃત્યની કલાકૃતિઓ રજૂ કરી હતી, જેમાં ગુજરાતના વિભિન્ન રાજ્યોના નૃત્યકારોએ ભરતનાટ્યમ, કથ્થક, ઓડીસી, મણિપુરી સહિતની વિભિન્ન નૃત્ય કલાને રજૂ કરી હતી. આ અવસરે કચ્છથી આવેલ સ્પર્ધક બાગેશ્રી ચંદેએ જણાવ્યું હતું કે શાસ્ત્રીય નૃત્ય એ આગામી પેઢીને નૃત્યનો પરિચય આપે છે. અને શોખ સાથે કલાને શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર સુધી પહોંચવાની વિશેષ તક પુરી પાડે છે.

IMG 20231026 WA0058

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાજેશ લકુમ, રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા, તેમજ નિર્ણાયકશ્રીઓ ડો. એશ્વર્યા વોરિયર, ડો. સ્વાતિ મહેતા, શ્રી સુપ્રભા મિશ્રા, શ્રી અવનીબેન પગર અને શ્રી કૃપલબેન સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડિમ્પલબેન મોદીએ કર્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews