GUJARATJETPURRAJKOT

Rajkot: પોપ્યુલર શૈક્ષણિક સંકુલ કસ્તુરબાધામ (ત્રંબા) મુકામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને બિઝનેસ એક્સપો 2023-24 યોજાયો

તા.૨૦/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: પોપ્યુલર સ્કૂલના આંગણે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રતિભાવંત અને સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાનનો પ્રાયોગિક, દાર્શનિક અને પ્રમાણભૂત અભ્યાસ કરવા માટે જાત અનુભવ અનિવાર્ય છે. પોતે કરેલા પ્રયોગોથી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સિદ્ધાંતોના પ્રત્યક્ષ પરિણામો અને અનુભવો જાણવા મળે છે. આથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સત્યો પ્રત્યે દ્રઢ વિશ્વાસ પેદા થાય છે. પ્રયોગોના તારણો માંથી વિદ્યાર્થીઓને નવા સિદ્ધાંતો શોધવાની દ્રષ્ટિ, સૂઝ અને ઊંડી જિજ્ઞાસા જાગૃત થાય છે. તેમજ વિજ્ઞાનના જ્ઞાનનો સ્વાનુભવ કરાવે છે.

આમ, વૈજ્ઞાનિક કૌશલ્ય વિજ્ઞાની બનવા પ્રેરણા આપે છે. આ હેતુથી પોપ્યુલર શાળાના પટાંગણમાં તા. 16 ફેબ્રુઆરી શુક્રવારના રોજ જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી તથા જિલ્લા પંચાયત રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લીલાબેન ઠુંમર દ્વારા ઉદઘાટન કરેલ આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શર્મિલાબેન બાંભણીયા તથા ટ્રસ્ટી શ્રી લખનભાઈ બાંભણીયા, ત્રંબા ગામના સરપંચ શ્રી દાંનાબેન ભાવેરાભાઈ પીઠવા. રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચના પ્રમુખ શ્રી નવીનપરી ગૌરવામી, રાજકોટ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નિખિલભાઈ ગજ્જર, રાજકોટ વિધાનસભા 71 બક્ષિપંચ મોરચા સર્વોજક શ્રી દેવેન્દ્રભાઈ કે. બારોટ ઉપસ્થિત રહેલ.

તા. 16-17 ફેબ્રુઆરી સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી અતિભવ્ય એક-એક થી ચડિયાતી વિજ્ઞાન-ગણિતની 30 જેટલી પ્રાયોગિક કૃતિઓના માહિતી સાથેના ચાર્ટ તેમજ કાર્ય કરતાં ફ્રી એનર્જી પ્રોજેકટ, ડ્રોન, સોલર સિસ્ટમ, સેન્સર લાઈટ, રોબોટ, વેક્યૂમ ક્લીનર, ચન્દ્રયાન વિથ રડાર, પવન ચક્કી વગેરે જેવા વિર્કિંગ મોડેલો રજૂ કરેલ જેનો લાભ લેવા ત્રંબા ગામની આસપાસના 15 થી 20 જેટલા ગામ ના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ મન ભરીને લાભ લીધેલ. તદુપરાંત શાળાના ધોરણ 11 – 12 ના વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ એક્સપોમાં ધંધા-રોજગારીને લગતા અવનવા પ્રોજેકટ તેમજ અવનવી વસ્તુઓના સ્ટોલ જેવાકે સ્ટેશનરી, કપડાં, ઇમિટેશન, કટલેરી, જીવન જરૂરિયાતની વસ્તુના સ્ટોલ તથા નાના બાળકો માટેના ગેમ ઝોન તેમજ ફૂડ ઝોન નો લાભ માણેલ. આ સાયન્સ ફેર તથા બિઝનેસ એક્સપોમાં હેલ્થ પાર્ટનર તરીકે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ, રાજકોટનો આરોગ્યલક્ષી ચકાસણી અંગેનો સ્ટોલ તથા એઇમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ.એ.) દ્વારા સમાજલક્ષી પ્રવૃત્તિની માહિતીનો સ્ટોલ ઉપરાંત કોમર્શિયલ બેનરો વગેરેનો સમાવેશ કરેલ.

આશરે 1500 વાલીઓ દ્વારા અભિપ્રાયો, માર્ગદર્શકશ્રીઓના માર્ગદર્શન હેઠળ સારામાં સારી કૃતિઓની પસંદગી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શર્મિલાબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર મગનભાઈ પણસારા, શાળાના પ્રિન્સિપાલ રમેશભાઈ ઘાડવી, HOD હરીશભાઈ વિરમગામા, વિજ્ઞાન શિક્ષક મિલનભાઈ તોગડિયા, કોમ્પ્યુટર શિક્ષક રાજભાઈ વાઘેલા, ડિફેન્સ એકેડેમીના હેડ રાજેશભાઈ અણદાણી તથા તેમના તાલીમાર્થીઓ તેમજ શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફ તથા બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ જે સફળતાપૂર્વક પાર પાડેલ.

[wptube id="1252022"]
Back to top button