GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, ઉ૫લેટા, ધોરાજી અને જસદણ વિસ્તારમાં મતદાનની જાગૃતિ ફેલાવવાના અનોખા પ્રયાસો

તા.૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વ હેઠળ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના દિશાનિર્દેશ અનુસાર ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી બને, તે માટેના અસરકારક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ જન-જન સુધી મતદાનનો સંદેશો પહોંચાડવાની કવાયત કરવામાં આવી રહી છે.

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં કોટડાસાંગાણી તાલુકાના શાપરમાં ધરતી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણીલક્ષી બાબતો સમજાવીને મત આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમજ મતદાનની ઓછી ટકાવારી ધરાવતા વાવડી વિસ્તારના મતદાન મથક નં. ૧૩૮, ૧૩૯ તથા ૧૪૩ ખાતે મતદાનના મહત્વની સમજ આપવામાં આવી હતી અને મતદાનમાં મહિલાઓની ભાગીદારી વઘે, તે માટે મતદાન કરવા અપીલ કરીને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, ગોંડલ, ઉપલેટા અને ધોરાજી તાલુકાઓમાં ૫૦% કરતા ઓછું મતદાન થયેલું હોય છે તેવા વિસ્તાર તેમજ પુરુષ અને સ્ત્રી જાતકોના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા વિસ્તારમાં અધિકારીઓ-કર્મચારીઓએ ઘરે-ઘરે મુલાકાત લઈને મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વઘે, તે માટે ખાસ કરીને મહિલાઓને મતદાનની પ્રક્રિયા અંગે જાણકારી આપીને મત આપવા માટે સમજાવવામાં આવ્યા હતાં. આ માટે ધોરાજી મતદાર નોંધણી અધિકારીશ્રી જે. એન. લીખિયાના અધ્યક્ષસ્થાને બૂથ લેવલ ઓફિસર તથા સુપરવાઇઝરની બેઠક યોજાઈ હતી.

વધુમાં, ઉ૫લેટા તાલુકાના ભાયાવદર શહેર ખાતે જાહેર સ્થળોએ મતદાન જાગૃતિના બેનર તથા હોર્ડિંગ્સ લગાવીને મતદારોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમજ જેતપુર તાલુકાના વિરપુર ગામે આવેલા માવતર વૃદ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડીલોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

વિશેષમાં, જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં આસ્થા શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ ૯ના વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયાની નાટ્યાત્મક રજૂઆત કરી હતી. જેમાં મતદાનની પદ્ધતિ શીખવવામાં આવી હતી. મતદાર ઓળખ પત્રનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંચાલકો અને શિક્ષકો પણ જોડાયા હતા. આમ, ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજીને મતદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!