દર્શન એન્જિનિયરીંગ કોલેજ ખાતે “રોડ સેફ્ટી અવેરનેસ” કાર્યક્રમ યોજાયો

0
12
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“જનતાએ સાવચેતી પૂર્વક વાહન ચલાવી અકસ્માત બાબતે ગંભીર થવાની જરૂર” આર.ટી.ઓ. કેતન ખપેડ

રાજકોટ આર.ટી.ઓ અને ટ્રાફિક વિભાગના સંયુક્ત ઉપક્રમે દર્શન એન્જિનિયરીંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી વિષયક જન-જાગૃતિ આવે તે હેતુસર રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને સીટબેલ્ટ, હેલ્મેટ, ટ્રાફિકના નિયમો અને શહેરમાં આવેલા બ્લેક સ્પોટ બાબતે જાણકારી પૂરી પાડીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા જણાવાયું હતું.

IMG 20230325 WA0034

આ તકે આર.ટી.ઓ અધિકારીશ્રી કેતન ખપેડે વધુ પડતી વાહનની સ્પીડ અકસ્માતમાં પરિણમી શકે છે ત્યારે નાગરીકઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને, ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનું ટાળીને અકસ્માત બાબતે ગંભીર થવા જણાવ્યું હતું. તેમજ ટ્રાફિક ડી.સી.પી.શ્રી પૂજા યાદવ, એ.સી.પી. શ્રી જે.બી.ગઢવી અને રોડ સેફ્ટી સલાહકાર શ્રી જે.વી.શાહે પણ વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

IMG 20230325 WA0033

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews