તા.૨૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અક્સ્માત માં એકટીવા પર સવાર પતિનું મૃત્યુ, પત્નીને ઇજા, લગ્ન પ્રસંગમાંથી ફરતી વેળાએ સર્જાય કરૂણાંતિકા: પરિવારમાં કલ્પાંત
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા એકટીવા પર પસાર થઇ રહેલ દંપતીને ટેમ્પા ચાલકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું હતુ. અકસ્માતમાં પતિને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું છે.આ દંપતી લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે જ કાળ ભેટયો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના ચારણીયા ગામે રહેતા ભાવેશભાઇ મુંજાભાઇ પરમાર અને તેમના પત્ની પોતાના એકટીવા પર ધોરાજી લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચારણ સમઢીયાળા ગામ નજીક ટેમ્પા ચાલકે દંપતીના એકિતવાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગંભીર રીતે ઘાયલ પતિ પત્નીને સારવાર માટે વડીયા સરકારી હોસ્પિટલ બાદ જેતપુર સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા ભાવેશભાઇ નું મૃત્યુ નિપજયું હતુ. અકસ્માતમાં દંપતી પંડિત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.