રાજકોટ અને જેતપુર ખાતે “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાયો, ૧૫૦૦ થી વધુ યોગ પ્રેમીઓ કાર્યક્રમોમાં જોડાયા

0
7
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૭ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્વાસ્થ્ય મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર ભારત વર્ષમાં ‘હર ઘર ધ્યાન હર ઘર યોગ’ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૬ માર્ચના સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન રાજકોટ મહાનગર ખાતેનો કાર્યક્રમ ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે રાજકોટ તથા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં રાજકોટ ખાતે ૧,૦૦૦ થી વધુ અને જેતપુર ખાતે ૫૦૦થી વધુ યોગ સાધકો, યોગ શિક્ષકો, યોગકોચ, યોગ કો-ઓર્ડીનેટરો અને યોગ પ્રેમીઓએ ભાગ લીધો હતો.

IMG 20230327 WA0070

કાર્યક્રમમાં આંતર ધ્યાન, ધ્યાનની સૂક્ષ્મ ક્રિયાઓ, આસનો, પ્રાણાયામનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કયા રોગ માટે કયા આસનો કરવા તેની સમજ આપવામાં આવી હતી.

IMG 20230327 WA0072

કાર્યક્રમને સફળ બનાવવા અને યોગ સાધકોને પ્રોત્સાહન પૂરું પાડવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા, શ્રી પટેલ સેવા સમાજના અગ્રણીઓશ્રી કિશોરભાઈ ઘોડાસરા, શ્રી મનિષભાઈ ચાંગેલા, શ્રી સંજયભાઈ કનેરીયા, શ્રી જગદીશભાઈ પરસાણીયા, શ્રી અનીલભાઈ ત્રિવેદી , રાજકોટ મહાનગરપાલિકા યોગ કોચ કોઓર્ડીનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી, યોગ કોચ શ્રી ચિંતનભાઈ ત્રિવેદી, ડો.ધર્મિષ્ઠાબેન હિંગરાજીયા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેતપુર ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલ કાર્યક્રમમાં ડીવાય.એસ.પી. શ્રી ડોડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ હેર અને યુવા વિકાસ અધિકારી શ્રી રામાણી ઉપસ્થિત રહ્યા હતા.

IMG 20230327 WA0073

IMG 20230327 WA0071

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews